ફિલ્મ હિટ હોય કે ફ્લૉપ કોઇ અસર પડતી નથી : આલિયા ભટ્ટ

618

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની તૈયારીમાં લાગી ગઇ છે. ફિલ્મની શુટિંગ સાથે જ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી આલિયાએ તેની એક્ટિંગથી ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં આલિયાને પુછવામાં આવ્યું કે તેની કોઇ ફિલ્મ ફ્લોપ કે હિટ થવાથી તેની પર શુ અસર થાય છે તો આલિયાએ જવાબ આપતા કહ્યું કે મારા માટે કામ જરૂરી છે. સેટ પર જઇને કેરેક્ટરને વાંચવા (સ્ક્રિપ્ટ વાંચવી) અને તેની સાથે ન્યાય કરવો અને ડાયરેક્ટ વિઝનને સમજવા. તે બાદ ફિલ્મ સક્સેસ કે ફેલિયર સાબિત થાય છે તેની પર મારે ધ્યાન આપવાનું નથી. જો સૌથી વધારે જરૂરી છે આપણા કામ પ્રત્યે વ્યક્તિએ પોતાના કામ માટે ઇમાનદાર હોવું જોઇએ. કારણકે આજ સુનિશ્ચિત કરશે કે મારા સ્ક્રીન કેરેક્ટર્સ લોકોની સાથે રહે.

આલિયાએ કહ્યું કે હુ નંબર ૧,૨, અને ૩ પર છુ કે નહીં તે જરૂરી નથી. મારા ફેન્સને સારા પરર્ફોમન્સ આપી પ્રેમ વ્યક્ત કરી શકું છું. મને ટિ્‌વટર પર ફેન્સને આઇ લવ યુ કહેવા પર વિશ્વાસ નથી. જો ફિલ્મ ના ચાલી તો મને પોતાનાથી વધારે ઓડિયન્સ માટે નિરાશા હશે કારણકે મારી કોશિશથી હું સંતુષ્ટ રહીશ.

 

Previous articleદંગલ ગર્લ અને રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા ઝાયરા વસિમે એક્ટિંગમાંથી સંન્યાસ લીધો
Next articleરાહુલ દ્રવિડને બે વર્ષ માટે એનસીએની જવાબદારી, આજથી સંભાળશે કમાન