મહાનગરોમાં ૭૦ ટકા વેસ્ટ વોટર રિસાયકલ્ડ કરાશે : રૂપાણી

506

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધા અને શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની સમતોલ વિકાસનીતિ રાજ્ય સરકારે અપનાવી છે. તેમણે રાજ્યની નગરપાલિકાઓની ટિમને જન ભાગીદારીથી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામોના આયોજનની પ્રેરણા આપતા કહ્યું કે, રાજ્ય સરકાર આ હેતુસર નગર પાલિકાઓને મદદ કરશે.

ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવાનુ અને વરસાદના એક એક ટીપાની બચત કરી જળ સંગ્રહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાં જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાત આગેવાની લઇ રહ્યું છે અને હજુ બે વર્ષ સુધી જળ સંગ્રહ અભિયાન જનભાગીદારી સાથે ચલાવાશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના નીરથી છલકાશે અને છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીને સંગ્રહ કરવાના ચાલતા અભિયાનમાં લોક પ્રતિસાદ મળતો રહ્યો છે. આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપીને વિકાસના કામોને આગળ ધપાવવામા આવશે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ૮ સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. મહાનગરોમાં ગટરનુ પાણીનુ રિસાયકલીંગ કરીને ઔદ્યોગિક હેતુ અને સિંચાઇમાં તેનો વપરાશ થાય તે માટે પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે, તેમ જણાવ્યું હતું. મહાનગરોનુ ૭૦ ટકા વેસ્ટ પાણીનો શુદ્ધિકરણ કરી તેનો પુનઃ ઉપયોગ થાય તે દિશામાં હાથ ધરાશે.

મુખ્યમંત્રીએ ગુજરાતની ૧૬૨ નગરપાલિકાઓમાં સાંસ્કૃતિક ધરોહર સાથે જન સેવાના તમામ કામો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાણાના અભાવે એક પણ કામ નહીં અટકે તેમ કહીને મુખ્યમંત્રીએ જન આરોગ્ય, કુપોષણ મુક્તિ, શિક્ષણ, તંદુરસ્ત સમાજ નિર્માણ સાથે સામાજિક સમરસતા થકી વિકાસની વાત કરી હતી. મુખ્યમંત્રીએ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આગેવાનો અને નગરજનોએ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીની મન કી બાત નિહાળી વડાપ્રધાનએ આપેલ જળ શક્તિ, યોગ થકી તંદુરસ્ત સમાજનુ નિર્માણ અને સ્વચ્છતા અભિયાન અંગેના માર્ગદર્શન પ્રમાણે સહિયારા પ્રયાશોથી ગુજરાતનો વિકાસ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ગોંડલમાં ૫૪૪ સીટ ધરાવતા સંપુર્ણ વાતાનુકુલીન રૂ.૫.૩૦ કરોડના ખર્ચે ટાઉન હોલ પુનઃ નિર્માણ, રૂ. ૩ કરોડના ખર્ચે સાયન્સ સ્પોર્ટસ સેન્ટર અને લાયબ્રેરીનું લોકાર્પણ કર્યુ હતુ.

Previous articleશિક્ષકો સારા શિક્ષણની કરોડરજ્જુ : રાજ્યપાલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે