ગુજરાત રાજયપાલે એનસીસી દ્વારા રાજભવનમાં યોજવામાં આવેલા એક સ્નેહ સંમેલનમાં નવી દિલ્હી ખાતે ગણતંત્ર દિનની ઉજવણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન તેમજ ટ્રોફી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે એનસીસી સંગઠન વિદ્યાર્થીઓમાં સામાજિક ઉત્તરદાયિત્વ, વ્યક્તિત્વ વિકાસ અને નેતૃત્વ નિર્માણ પુરુ પાડે છે. તેમણે શીબીરમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.