તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ તથા ચંદ્રસિંહ વાળાને સયુંકત રીતે મળેલ કે, અમદાવાદ રૂરલ કોઠ પોલીસ સ્ટેશનના વોન્ટેડ પાસા અટકાયતી તુલશીભાઇ ધરમશીભાઇ જાંબુચા રહેવાસી પાણીયારી તા. તળાજા હાલ ભાવનગર શીતળામાના મંદિર પાછળ ખોડીયારનગરવાળો ઘોઘારોડ ઉપર ઉભેલ છે. જે આધારે મજકુર પાસા અટકાયતીને ઝડપી પાડી કોઠ પોલીસ સ્ટેશનને સોપી આપી જેલ હવાલે કરવામાં આવેલ છે.