સદસ્યતા નોંધણી અભિયાન, સંગઠન પર્વ તળે શહેરભાજપની બેઠક મળી

793

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ મહામંત્રી ભરતસિંહજી પરમાર અને સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં  આજે બપોરે ૩/૦૦ કલાકે એક અગત્ય બેઠક અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે શિવશક્તિ હોલ, ક્રેસન્ટ ખાતે શહેર પ્રમુખ સનતભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલા, મેયર માનભા મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બામભણીયા, સ્ટિયરિંગ કમિટી ચેરમેન અમોહભાઈ શાહ, પ્રદેશ આઈ.ટી.સેલ કન્વીનર હર્ષ ભટ્ટ, લક્ષ્મણભાઇ રાધેશ્વર સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરુવાતમાં સાંધીક ગીત બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય દ્વારા કાર્યશાળા વર્ગ ખુલો મુકવામાં આવેલ, વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમની શરૂવાત કરતા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ બેઠકમાં અપેક્ષિત કાર્યકર્તાઓને તેની ભૂમિકા સમજાવતા આગામી દિવસોમાં સંગઠન પર્વમાં કરવાના કર્યો અંગે માહિતગાર કરી કાર્યકર્તાઓને કાર્યશાળા વર્ગમાં આવકાર આપ્યો હતો…

બોટાદના પ્રભારી અને સ્ટિયરિંગ કમિટીના ચેરમેન અમોહભાઈ શાહે કાર્યકર્તાઓએ ભૂતકાળમાં કરેલા સંગઠનાત્મક કાર્યો ના ભવ્ય ઇતિહાસને વાગોળી કાર્યકર્તાઓએ પરિશ્રમના જોરે સમગ્ર ગુજરાતમાં નંબર વન સ્થાન હાંસલ કરેલ તેની યાદ અપાવતા આ વખતે પણ કાર્યકર્તા સંગઠન પર્વમાં નિર્ધારિત લક્ષ હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલા એ સંગઠન પર્વની એક માસ લાંબી ચાલનારી પ્રક્રિયામાં અનેકવિધ પ્રકારે કરવાના કામો અને કાર્યક્રમોની રૂપરેખા આપેલ.

પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર ભારત માં એક માત્ર ભારતીય જનતા પાર્ટી જ એવી રાજકીય પાર્ટી છે કે જેમાં સંગઠનાત્મક પ્રક્રિયાને અનુસરી સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી તેના પ્રમુખની પસંદગી કરવામાં આવે છે.

Previous articleશહિદના પરિવારને રબારી સમાજ દ્વારા સહાય
Next articleશિહોરમાં વરસાદ રસ્તા પરથી પત્થરો હટાવવા માંગ