રાજુલાના રામપરા (ર) ખાતે ૧પ દિકરીઓ અને જોલાપુર ગામે ૯ દિકરીઓ આહિર સમાજની અને ૧ દિકરી સાધુ સમાજની કુલ ૧૦ દિકરીઓનો ખર્ચ આહિર સમાજ દ્વારા પ્રેરણાદાયક બન્યો. ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તેમજ સંતો-મહંતોએ આશિર્વાદ આપ્યા હતા.
રાજુલાના તાલુકાના રામપરા (ર) ખાતે ૧પ દિકરી આહિર સમાજની તેમજ જોલાપુર ગામે ૧૦ દિકરીઓ આહિર સમાજની તેમજ ૧ દિકરી મંદિરના પૂજારી બાલકૃષ્ણદાસની દિકરીનો તમામ ખર્ચ આહિર સમાજે કરીયાવર સહિત અપાયો. જે પ્રેરણાદાયક બની ગયો. આ પ્રસંગે આહિર સમાજના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તેમજ જ્ઞાતિ આગેવાનો તથા સંતો-મહંતો અતિથિ વિશેષ પીપાવાવ ધામના હરીચરણ દાસબાપુ, વૃંદાવન ધામ રામપરાના મહંત રાજેન્દ્રદાસબાપુ, બીજલ ભગત તેમજ જ્ઞાતિ આગેવાન બાબુભાઈ રામ, માજી તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, બાઘા આતા કોવાયા, જે.બી. લાખણોત્રા, જીલુભાઈ નોળ, રામપરાના સરપંચ સનાભાઈ, અરજણભાઈ લાખણોત્રા જિલ્લા પંચાયત તેમજ રામપરા સમુહ લગ્નોમાં પણ આજ સંતો-મહંતો, બાઉભાઈ સરપંચ ભેરાઈ, જીકારભાઈ વાઘ, લાલા આતા, બાઘાભાઈ વાઘ તેમજ સાર્દુળભાઈ વાઘ, વલ્કુભાઈ બોસ, તાલુકા પ્રમુખ સહિત ઉપસ્થિત રહેલ.