વાડજના ચકચારી હત્યા કેસના આરોપીઓ ગાંધીનગરથી ઝબ્બે

439

અમદાવાદના જુના વાડજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ચાર દિવસ પહેલાં છરી વડે હુમલો કરી હત્યાની ઘટના બની હતી. જે કેસમાં નાસતા-ફરતાં બે આરોપીને ગાંધીનગરની અડાલજ પોલીસે દબોચી લીધા છે.

અડાલજ પોલીસના સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ કેવલસિંહને બાતમી મળી હતી કે ચાંદખેડાથી જીજે – ૦૧ પીયુ – ૯૧૧૮ નંબરના એક્ટિવા પર ચાંદખેડાથી નીકળેલા આરોપીઓ અડાલજ થઈ મહેસાણા તરફ જવાના છે. જેના આધારે અડાલજ પોલીસે બાલાપીર ચોકડી પાસેથી શુક્રવારે રાત્રે ૮ કલાકે આરોપીઓને ઝડપી લીધા હતા.

અડાલજ પોલીસે આરોપીઓ રાજદિપસિંહ વિક્રમસિંહ પરમાર (રહે-ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડ, નવાવાડજ) તથા મંયક નટવરલાલ રાવત (રહે-રાવતવાસ, રામપીર ટેકરો, જુના વાડજ)ને હત્યામાં વપરાયેલી છરી અને એક્ટિવા સાથે વાડજ પોલીસે સોંપ્યા હતા અને હવે આ કેસમાં વધુ કડી મેળવવા બંનેની સઘન પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Previous articleમા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડનો લાભ લેવામાં અમદાવાદ અવ્વલ નંબરે
Next articleવૈદિક પરિવાર દ્વારા સન ગેઝીંગ અને વ્યવહાર કુશળતા દ્વારા માનસિક પ્રસન્નતા વિષયો ઉપર વ્યાખ્યાનો યોજાયા