મુંબઈ જળબંબાબાકાર : ૨૧ ઇંચ વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત

409

મુંબઈ અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે સંપૂર્ણપણે જળબંબાકાર થયું છે. ચારેબાજુ પાણીની નદીઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ટુંકાગાળામાં જ ૨૧ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. મ્યુનિસિપલ કમિશનર પ્રવિણ પરેદશીનું કહેવું છે કે, શહેરમાં બે દિવસમાં ૫૪૦ મીમી અથવા તો ૨૧ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જેથી ટ્રેન અને વિમાની સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મુંબઈના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુંબઈ ડિવિઝનના પાલઘર વિસ્તારમાં રવિવારે રાત્રે રેકોર્ડ વરસાદ પડ્યો હતો. આ ગાળા દરમિયાન ૩૬૧ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો અને આજે સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચે વધુ ૧૦૦ મીમી વરસાદ ખાબકી ગયો હતો. આની સાથે જ પાલઘરમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો હતો. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને મુંબઇ-અમદાવાદ શતાબ્દી સહિત અનેક ટ્રેનોને રદ કરવી પડી હતી. ૧૩થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. થાણે અને પાલઘરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. બીજી, ચોથી અને પાંચમી જુલાઈના દિવસે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. છેલ્લા એક દશકમાં બે દિવસના ગાળામાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ મુંબઈમાં નોંધાઈ ગયો છે. એરપોર્ટમાં રનવે ઉપર પાણી ભરાઈ ગયા છે. રનવેની નજીક પાણીમાં માછલીઓ પણ નજરે પડી હતી. આજે ભારે વરસાદથી હિંદમાતા, સાયન, કુર્લા, બાંદરા, દાદર, કિંગ સર્કલ, એરિયા, ચેમ્બુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. પાલઘરમાં રેલવે ટ્રેક પર પાણી જમા થવાના કારણે રેલવે સેવા ખોરવાઇ ગઇ હતી. કેટલીક ટ્રેનોને રદ કરવાની ફરજ પડી હતી. મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ગુરૂવારના દિવસે રાત્રી ગાળાથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ મુંબઇ ડિવિઝનના પાલઘરમાં રવિવાર રાત્રી ગાળાથી ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે હાલત કફોડી બની ગઇ છે. આ ગાળા દરમિયાન ૧૫ ઇંચથી વધારે વરસાદ થયો છે. બીજી બાજુ આજે સવારમાં ચાર વાગ્યાથી લઇને પાંચ વાગ્યા વચ્ચેના ગાળામાં એક કલાકમાં જ ચાર ઇંચથી વધારે વરસાદ થયો છે.

યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને મુંબઇ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે અથવા તો તેમના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ સ્થિતી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સુરક્ષાના કારણોસર કેટલીક ટ્રેનો હાલમાં ધીમી ગતિથી ચાલી રહી છે. કેટલીક ટ્રેનોને રોકી દેવાની ફરજ પડી છે. સવારમાં ભારે વરસાદના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  મોનસુનની ધીમી ગતિથી શરૂઆત થયા બાદ મોનસુને હવે ગતિ પકડી લીધી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોેડેથી દોડી રહી છે.મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જો કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે.  જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જોરદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી.  હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ પાલઘરમાં ભારે વરસાદના લીધે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને અનેક ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે.

Previous articleજમ્મુ કાશ્મીર : માર્ગ દુર્ઘટનામાં ૩૫ના મોત, અનેક ઘાયલ થયા
Next articleજેકે પેપરના ગુજરાત સાથે ૧૫૦૦ કરોડના એમઓયુ