રાજુલા શહેરમાં નીચે બેસતા શાકભાજીવાળાઓ લારીવાળાઓને હટાવતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. મજુર લોકો ધારાસભ્યની ઓફિસે ધસી ગયા હતા. અને ઉગ્ર રજુઆત કરી હતી. જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં શાકમાર્કેટ અને મુખ્યબજારમાં લારીવાળાઓ બેસે છે. તેને આજે પોલીસને સાથે રાખી નગરપાલિકા દ્વારા આ દબાણો હટાવવા હતા પરિણામે મજુરવર્ગમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. આથી પોતાની રોજીરોટી પર પ્રશ્ન થતા લોકો ધારાસભ્ય અમરીશ ડેરની ઓફીસે દોડી ગયા હતા. અને ઉગ્ર રજુઆત કરી હતી.
કે અમોને નગરપાલિકા દ્વારા ગમે ત્યાં રોજી રોટી માટે જગ્યા ફાળવવા મજુર વર્ગ દ્વારા માંગ કરાઇ હતી. અત્રે નોંધનીય બાબત છે કે શાકમાર્કેટમાં બાંકડા હોવા છતાં આ લોકો નીચે બેસે છે. આથી નગરપાલિકા દ્વારા કાર્યવાહિ કરાઇ હતી. પણ એક એવી પણ વાત ચર્ચાય રહી છે કે પેલા આ લોકો પાસેથી કોઇ ખાનગી લોકો પૈસા ભાડા પેટે ઉઘરાવતા હતા પણ તે બંધ થતા આ કાર્યવાહી થઇ હોવાનું લારીવાળાઓમાં ચર્ચાઇ રહ્યું છે.
નોંધનીય બાબત એ છે કે બજારમાં એટલા દબાણો વધી ગયાથી ક્યાંય લોકોને ચાલવાની જગ્યા નથી આને કારણે પોતાપોતાના વાહનો મુકી માર્કેટમાં ખરીદી કરવા જઇને બહાર આવે એટલે તેનું મુકેલ બાઇક ચોરાઇ ગયું હોય છે. આ બાબતે પીઆઇ તુવર અને પોલીસ સ્ટાફન ીકોઠા સુઝથી એક એક કરતા ગામ અને બહારગામની ચોરાવ ગાડીઓ પકડી પાડી લગભગ આંકડો ૨૦૦ ને પાર કરી ગયો છે. કામગીરી ને ચેમ્બર્સના પ્રમુખ બકુલબાઇ વોરા સહિત લોકો એ પ્રસંસનીય કામગીરી ને વખાણી હતી.