બરવાળા ખાતે ગ્રામ રક્ષક દળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વનવીરભાઈ બોરીચા, પ્રભાતસિંહ ગોહિલ સહીત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. બરવાળા ખાતે તા.૦૧ ના રોજ સાંજના ૪ઃ૩૦ કલાકે ફોરેસ્ટ વિભાગના સહિયારા પ્રયાસથી બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જી.આર.ડી.ના તમામ જવાનો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ગ્રામ રક્ષક દળ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોના અભિગમ સાથે જી.આર.ડી.ના જવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.