શક્તિ ભવાની ગૃપ દ્વારા ચતુર્થ ઈનામ વિતરણ કાર્યક્રમ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી મહિપતસિંહ ચાવડા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ભાવનગર જિલ્લા રાજપૂત વિકાસ મંડળના પ્રમુખ હેમરાજસિંહ ચુડાસમા, ભાવનગર યુનિવર્સિટી રજીસ્ટ્રાર જયદિપસિંહ ડોડિયા અને ડૉ. હિતેષ ચૌહાણ ઉપસ્થિત રહેલ.
વિદ્યાર્થી પ્રોત્સાહન સમારોહમાં ભાવનગર શહેર તથા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો, વડિલો, ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરવામાં સહભાગી બન્યા હતા.
સમારોહમાં ઉપસ્થિત તમામ બાળકોને તેમજ પ્રસંગોચીત વકતવ્ય આપનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. સમાજના નવ નિયુક્ત કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.