જાફરાબાદના વડલી ગામે ત્રીજા તબકકાનો ૧ર ગામોની જનતા માટે ઘરબેઠા જાફરાબાદની સરકારી તમામ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓની હાજરી સાથે પ્રશ્નોનના સ્થળ પર ઉકેલ માટે સેવાસેતુ કાર્યક્રમમાં આજે ૧૧૩૪નો નિકાલ થયો.
જાફરાબાદના વડલી ગામે આજે ત્રીજા તબબકાનો સેવાસેતુ કાર્યક્રમ ૧ર ગામોની જનતાના પ્રશ્નોના ઉકેલ માટે યોજાયો જેમાં વઢેરા, બલાણા, કેરાળા, વડલી, ચિત્રાસર, સાકરીયા, નાના મોટા, ધારાબંદર, ધેસપુર, સોખડા સહિત ગામોની જનતા માટે જાફરાબાદની સરકારી તમામ કચેરીઓના અધિકારીગણ કર્મચારીગણની ઉપસ્થિતિમા નાયબ મામલતદાર કુંબાવતની અધ્યક્ષતામાં આજે ૧૧૩૪ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો.
મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી, આંગણવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, આઈઆરડી શાખા કચેરીનો તમામ સ્ટાફ, મામલતદાર કચેરીના જોષીભાઈ, ડોડીયાભાઈ, બારૈયાભાઈ તેમજ તાલુકા કચેરીના ટીડીઓ એચ.ડી. વાઢેર, એમ.એચ.પરમાર, એમ.એ. કાતરીયા, એ.ટી.ડી.ઓ, જી.એન.મકવાણા, આંગણવાડી સી.ડી.પી.ઓ મંજુબહેન, ગીતાબહેન, પશુ. ડો.પી.મકવાણા, વન વિભાગના ફોરેસ્ટર સારલાભાઈ સહિત સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સહિતની હાજરી રહેલ.