અમેરિકી સંસદે ભારતને નાટો દેશોની સમકક્ષ દરજ્જો આપનારા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે સંરક્ષણ સંબંધોના મામલે અમેરિકા ભારતની સાથે નાટોના સહયોગી દેશોની જેમ ડીલ કરશે.
આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે નેશનલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન એક્ટને અમેરિકી સેનેટને ગત સપ્તાહ મંજૂરી આપવામા આવી હતી. આ પ્રકારે આ બિલમાં સંશોધન પ્રસ્તાવને મંજૂરી પણ મળી ગઈ છે.
સેનેટર જોન કોર્નિને અને માર્ક વોર્નર તરફથી આ બિલ રજૂ કરાયુ હતુ..જેમાં કહેવાયુ હતુ કે હિન્દ મહાસાગરમાં ભારતની સાથે માનવીય સહયોગ, આતંકવાદની સામે સંઘર્ષ, કાઉન્ટર પર્ઈરેસી અને મેરીટાઈમ સિક્યોરિટી પર કામ કરવાની જરૂરૂયાત છે. બિલ પસાર થયા બાદ હિન્દુ અમેરિકી ફાઉન્ડેશનને સેનેટર કોર્નિન અને વોર્નરને અભિનંદન આપ્યા. વર્ષ ૨૦૧૬માં અમેરિકાએ ભારતને ૨૦૧૬ના સૌથી મોટા સંરક્ષણ ભાગીદાર માન્યા હતા. નાટો દેશોની સમકક્ષ હોવાના દરજ્જાનો અર્થ એ છે કે, ભારત વધુ એડવાન્સ અને મહત્વપૂર્ણ ટેકનોલોજીવાળા હથિયારને ખરીદી શકે છે.