બદલી થતાં શિક્ષકની શાળાના બાળકોને ભેટ

684

બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ની શ્રી કેરિયા પ્રાથમિક શાળા ના મદદનીશ શિક્ષક સંજયભાઈ ખાંટ ની જિલ્લા ફેર બદલી થતાં  શાળામાંથી વિદાય લેતા શિક્ષકે શાળા ના ધોરણ ૧-૨ ના બાળકો અને વિદ્યાર્થીઓ ને સ્મૃતિ ભેટ તરીકે સ્લેટ વિતરણ કરી હતી.  શાળા ના આચાર્ય મહેશભાઈ પટેલ દ્વારા વિદાય થતાં શિક્ષક નુ શાલ,સ્મૃતિ ચિહ્ન અને શ્રીફળ અર્પણ કરી ને શિક્ષક સંજયભાઈ ને શુભેચ્છા આપી ને સેવા ને બિરદાવી હતી. શાળાના ના ઉચ્ચતર વિભાગના વિદ્યાર્થીઓ એ આ પ્રસંગે ભાવુકતા પુર્ણ પ્રાસંગિક વક્તવ્યો આપી ને શિક્ષક નો મહિમા વર્ણન કર્યો હતો.

Previous articleપાડરશીંગા નકળંગધામમાં અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે
Next articleગારીયાધાર મામલતદાર કચેરીમાં વિજપ્રવાહ ખોરંભાતા વ્યાકુળ