ડીઝીટલ ઇન્ડીયા યોજનાને ૪ વર્ષ પૂર્ણ થતા વહિવટી તંત્ર દ્વારા સેલીબ્રેશન એનીવર્સરી

538

વડાપ્રધાન નરેંન્દ્ર મોદી દ્વારા ૧ જુલાઇ ૨૦૧૫ ના રોજ ‘ડીઝીટલ ઇન્ડીયા’ યોજનાની શરુઆત  કરવામા આવેલ હતી. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ૨૦૧૫ માં વિવિધ ડીજીટલ સેવાઓ શરુ કરવામા આવેલ હતી. આ યોજનાને તાજેતરમાં ૪ વર્ષ પુર્ણ થતાં ભારત સરકાર દ્વારા ‘ડીજીટલ ઇન્ડીયા સેલીબ્રેશન એનીવર્સરી’ તા ૦૧  ના રોજ ઉજવાઇ હતી.

જે અંતર્ગત આજ દરેક નાગરિક માટે ભાવનગર જિલ્લામાં કલેક્ટર કચેરી તથા મામલદાર કચેરીઓમાં આવેલ જનસેવા કેન્દ્ર (છ.્‌.ફ.્‌) ખાતે કોઇપણ પ્રકાર ના દાખલાઓ, એફીડેવીટ, ૭/૧૨ ની નકલ, જાતિ ના દાખલા, આવક ના દાખલા, ડોમીસાઇલ સર્ટીફીકકેટ, ચારિત્ર્ય પ્રમાણપત્ર,  ધાર્મિક લઘુમતી નું પ્રમાણપત્ર, રેશનકાર્ડ માટે ની સેવાઓ, ઉમર અધિવાસ પ્રમાણપત્ર, સોગંધનામું, નોન -ક્રીમીલેયર,  વિચરતી – વિમુકત જાતિ માટેનું પ્રમાણપત્ર , બિન અનામત વર્ગો માટે પ્રમાણપત્ર , આ ઉપરાંત અનેક પ્રકારની સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બની છે. છેલ્લા ચાર વર્ષમા જિલ્લામાં આ વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ ૧૪ લાખ ૭૦ હજારથી પણ વધારે લાભાર્થીઓએ દ્વારા લીધો છે.

Previous articleવય નિવૃત્તિ થતાં કા.પા.ઈ.નો વિદાય સમારોહ યોજાયો
Next articleવલ્લભીપુરની માનસ શાળામાં ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન