લાઠીથી દામનગર તરફ રસ્તા પર ટ્રેકટર-બાઈક વચ્ચે અકસ્માત

1007

અમરેલીના લાઠી દામનગર રોડ ઉપર સિમેન્ટના બ્લોક ભરેલ જી.જે.૨૪ એ.સી.૨૩૨૭ નંબરનુ ટ્રેકટર દામનગર તરફથી આવી રહેલ હતુ અને ટુ વ્હીલર જી.જે.૪ વાય.૨૫૬૬ લાઠી થી દામનગર તરફ જઈ રહેલ હતુ.લાઠીના વળાકમા બન્ને ધડાભેર અથડાતા ટુ વ્હીલ ચાલક ફંગોળાયો હતો અને બ્લોક નીચે દબાય ગયેલ હોય માથાના ભાગે ગંભીર ઈજા થતા લાઠી પ્રાથમીક સારવાર આપી રીફર કરેલ છે જ્યારે ટેકટર ચાલક અકસ્માત કરી પલાયન થઈ ગયેલ હોવાનુ જાણવા મળેલ છે.ટુ વ્હીલર ચાલક રાજુભાઈ રણછોડભાઈ નારોલા ઉમર ૩૦ હોવાનુ જાણવા મળેલ છે.અકસ્માત જોતા ટેકટરના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી રોંગ સાઈડમા પલ્ટી મારી ગયેલ છે.આકસ્માત બપોરના સમયે બનવા પામેલ હતો.

Previous articleગઢડામાં જગન્નાથજીની ર૬મી રથયાત્રા માટે અનેરો થનગનાટ
Next articleબરવાળા ન.પા.નાં પ્રમુખ તરીકે પ્રતાપસંગ બારડ બિનહરીફ જાહેર