ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પોલીસ બંદોબસ્ત માટે પોલીસ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. રથયાત્રા બંદોબસ્ત માટે આવી પહોંચેલા પોલીસ અધિકારીઓ અને જવાનોને બંદોબસ્ત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરના વાઘાવાડી રોડ પર આવેલા અક્ષરવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી મનિષભાઇ ઠાકર, ડી.ડી.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે રથયાત્રા બંદોબસ્ત અંગે પોલીસ અધિકારીઓ, જવાનોને માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગરની રથયાત્રાના બંદોબસ્ત માટે ભાવનગર જિલ્લા ઉપરાંત બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓ, જવાનો આવી પહોંચતા તેમને ફરજની સોંપણી કરવામાં આવી હતી.