રંઘોળાના બ્રિજનું નામ આવે ત્યારે ૪ર લાશ સામે દેખાઈ આવે છે. આજથી દોઠ વર્ષ પહેલા રંઘોળાના બ્રિજ પર એક જાન ભરેલો ટ્રક પલટી મારી જતા ૪ર માણસોના મોત નિપજયા હતાં. ત્યારથી હજુ સુધીમાં તે બ્રિજ પર કોઈ સેફટી બોર્ડ કે સેફટી ગ્રિલથી લગાવાયા અને સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. જે પણ ભ્રષ્ટાચાર થઈ ગયો હોય એમ લાગે છે. ભ્રષ્ટાચારના ખોળે બેઠેલા નેતા અને કોન્ટ્રાકટરો દ્વારા બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લાગે છે. આ નવા બનેલા બ્રિજની હાલત હજુ પણ આવીને આવી જ છે. અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તો નવાઈ નહી શું હજી પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાય રહી છે ? જે રાજકોટ- ભાવનગર સ્ટેટ હાઈવેના નવા ફોર લેન રોડ પર હજારો વાહનો પસાર થાય છે કયારે લાગશે સેફટી બોર્ડ ? હજુ ચોમાસુ શરૂ થતા થોડા વરસાદથી જો રોડ બસી જાયને રોડ વચ્ચે મોટી તિરડો પડી છે જયારે કોઈ મોટું લોડીંગ વ્હિકલ પસાર થશે તો રોડ અલગ થઈ શકે તેવી સંભાવના છે.