પ્રેમીપંખીડાને પ્રેમની સજા, એકબીજાને જૂતાનો હાર પહેરાવી મોઢું કાળું કરાવ્યું

446

અરવલ્લીના કોઈ અંતરિયાળ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં બે પ્રેમીઓને સ્થાનિકો દ્વારા સજા કરાતી હોવાનું દેખાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં યુવક અને યુવતીને પરિવારજનો અન્ય લોકોની હાજરીમાં બંનેને જૂતા હાર પહેરાવી અને એકબીજાના મોંઢા કાળા કરતા દેખાય છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં જોતા બે પ્રેમીઓને પ્રેમ કરવા બદલ સજા આપવામાં આવી રહી છે. જેમાં બંનેને એકબીજાનું જૂતાનો હાર પહેરાવવા મજબૂર કરાય છે અને મોઢું કાળું કરાવવામાં આવે છે. પ્રેમીઓને પ્રેમ કરવા બદલ અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. તેમને કરાયેલી સજાનો ત્યાં હાજર પૈકીના કોઈ વ્યક્તિએ જ વાઈરલ કર્યો છે.

Previous article૧૪૨મી રથયાત્રા : ૨૨ કિમીના રૂટ પર અમદાવાદ પોલીસે સુરક્ષા માટે ‘ગ્રાન્ડ રિહર્સલ’
Next articleસાબરમતીમાં નિવૃત્ત આર્મી જવાનના ત્રાસથી શિક્ષિકાનો આપઘાતનો પ્રયાસ