લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાને લઈને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કરી છે. તેમણે લખ્યુ કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની જવાબદારી હું સ્વીકારુ છુ. અમારી પાર્ટીના વિકાસ માટે જવાબદેહી મહત્વપૂર્ણ છે. આ કારણથી મે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવુ મારી માટે ગર્વની વાત છે. કોંગ્રેસ પાર્ટીની સેવા કરવી મારા માટે ગર્વનો વિષય છે જે પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતોથી દેશનો વિકાસ થયો છે. હું દેશ અને પાર્ટી પાસેથી મળેલા પ્રેમ માટે આભારી છુ.૨૦૧૯માં મળેલી હાર માટે પાર્ટીને પુર્નસંગઠિત કરવાની જરૂર છે. પાર્ટીની હાર માટે સામૂહિક રીતે લોકોએ કડક નિર્ણય લેવા પડશે. આ ઘણુ અયોગ્ય હશે કે પાર્ટીની હાર માટે સૌને જવાબદાર ઠેરવવામાં આવે પરંતુ પાર્ટીના અધ્યક્ષ હોવાના કારણે હું પોતાની જવાબદારીથી ભાગુ. ઘણા સાથીઓએ મને સલાહ આપી કે હું જ કોંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષના નામ માટે ચૂંટણી કરુ. એ સાચુ છે કે કોઈની તાત્કાલિક જરૂર છે.
કે કોઈ અમારી પાર્ટીને લીડ કરે. મારા માટે કોઈ એકની પસંદગી કરવી અયોગ્ય હશે. અમારી પાર્ટીનો ઈતિહાસ ઘણો ગૌરવશાળી રહ્યો છે. તેથી મને લાગે છે કે હવે પાર્ટી જ નક્કી કરે કે કોણ અમારુ નેતૃત્વ હિંમત, પ્રેમ અને જવાબદારી સાથે સંભાળશે. લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું અને જણાવ્યું હતું કે, નોન ગાંધી શખ્સની અધ્યક્ષ પદે નિમણૂક કરવી જોઇએ.
ત્યાંજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હજુ પણ ઇચ્છે છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદે યથાવત્ રહે. જો કે રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, તેઓ હવે અધ્યક્ષ નથી. તેના પરથી લાગી રહ્યું છે કે, હવે તેઓ રાજીનામાના નિર્ણય અંગે અડગ છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત પાંચ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સોમવારે રાહુલ સાથે મુલાકાત કરીને તેમને પદ પર રહેવા માટે અપીલ કરી હતી. ગેહલોત સિવાય તેમાં પંજાબના સીએમ કે.અમરિંદર સિંહ, મધ્યપ્રદેશના સીએમ કમલનાથ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ તથા પુડ્ડચેરીના સીએમ વી નારાયણસામી હતા.