એક ડાયલોગ્સ યૂટ્યૂબ પર ખુબજ સાંભળવા મળે છે કે “હું ધવલ દોમાંડીયા પોતે, જેને ગામ આખું ગોતે, આ એજ ધવલ દોમાંડીયા જેમના યુટ્યૂબ પર ગુજરાતી કોમેડી વીડિયો દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે ધૂમ મચાવે છે તેમની સાથે હાલમાં થયેલ ઇન્ટરવ્યૂ દરમ્યાન વાતચીતના મુખ્ય અંશ પેશ છેઃ-
યૂટ્યૂબર બનવાનો વિચાર ક્યારે આવ્યો?
હું ઇન્જેનિરિંગની સ્ટડી કરતો હતો ત્યારે બહાર દેશના લોકો જે નાના ઈંગ્લીશ કોમેડી વીડિયો બનાવતા હતા અને તેમણે ઘણા લોકોનો રિસ્પોન્સ મળતો અને મને લાગ્યું કે આપણે પણ આવા વીડિયો મુકવા જોઈએ અને ત્યારે તેઓ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા અને તેમને ઘણા વ્યુજ મળતા,અને ત્યારે મેં ઇન્સ્ટાગ્રામમાં શરૂઆત કરી વીડિયો મુકવાની,અને મારા ગ્રુપનો સારો સપોર્ટ મળ્યો અને લોકોને પણ મજા આવતી હતી અમારા વીડિયો જોઈને,ત્યારબાદ ધીરેધીરે યુટ્યૂબમાં અપલોડ કરવાનું ચાલુ કરી દીધું!
યૂટ્યૂબર બનવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે?
શરૂઆતમાં એક વીડિયો અપલોડ કરતો ત્યારે દશ કે વીસ વ્યુજ આવતા હતા,ત્યારે આવીજ રીતે ત્રીજ જેટલા વીડિયો અપલોડ કરેલા,ત્યારે મને માંડ ત્રીજ વીડિયોના હજાર વ્યુજ મળ્યા હતા,ત્યારબાદ ધીરેધીરે પબ્લિક સુધી મારો વીડિયો પહોચ્યો અને લોકોને ખબર પડી કે આ નવીન કઈક બનાવે છે!
તમારા ક્યાં વીડિયોથી તમને ઓળખ મળી?
એક વીડિયો હતો જે મેં ૨૦૧૬માં બનાવ્યો હતો,તે સમયે વિકાસ ગાંડો થયો છે તે ખૂબ ચાલતું હતું,ત્યારે મેં તે બેજ પર એક વીડિયો બનાવ્યો હતો,તે વીડિયોમાં છોકીએ ટૂંકા કપડાં પહેર્યા હોય છે અને મેં તેમને કીધું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ ફેશન છે અને મેં સામો જવાબ આપ્યો કે વિકાસ ગાંડો થયો છે,અને તે વીડિયો ખુબજ વાયરલ થયો હતો!
ગુજરાતી ફિલ્મ પણ કરી છે શું ફ્યુચરમાં એકટર બનવાનો વચાર છે?
એકટર કરતા મને ડિરેક્શનનો વધારે શોખ છે અને મારા વીડિયોમાં પણ ડિરેક્શન કરું છું અને એક્ટિંગ કરતા ડિરેક્શનમાં વધારે શોખ છે,અને ફ્યુચરમાં મોટી ફિલ્મ ડિરેક્ટ કરવાનો વિચાર છે!