થોડા દિવસ પહેલા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો નગર નિગમનાં અધકારીઓને બેટથી ફટકારતો વીડિયો વાયરલ થયો હતો, જે સામે આવ્યા બાદ કોંગ્રેસે ભાજપને આડેહાથ લીધી હતી. પરંતુ હવે કોંગ્રેસનાં જ એક ધારાસભ્યએ કઇક એવુ કર્યુ છે કે જેને જોઇ કોંગ્રેસ પાર્ટીને પણ પોતાનું મોંઢું શરમથી નીચુ કરવાનો સમય આવી ગયો છે.
કોંગ્રેસ ધારાસભ્ય નિતેશ નારાયણ રાણે અને તેમના સમર્થકોએ એક એન્જિનિયર સાથે દૂરવ્યવહાર કરેલો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો મુજબ ધારાસભ્ય અને તેમના સમર્થકોએ એંન્જિનિયર પ્રકાશ શેડેકર પર કીચડ-કચરો ફેંક્યો. તેટલુ જ નહી તેમણે કીચડ ફેંક્યા બાદ એંન્જિનિયરને પુલથી બાંધી પણ દીધો.
ધારાસભ્ય નિતેશ રાણાનો આ વીડિયો કાંકાવલીમાં મુંબઈ-ગોવા હાઈવેની નજીક બનેલા એક પુલનો છે. આ ઘટના ત્યારે બની કે જ્યારે એંન્જિનિયર હાઈવે પર પડેલા ખાંડાનું નિરિક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય અને તેમના સમર્થકોએ એંન્જિનિયરની સાથે બોલાચાલી પણ કરી. સામે આવેલા વીડિયોમાં નજર નાખીએ તો સ્પષ્ટ થાય છે કે સામાન્ય બોલચાલ બાદ અમુક લોકોએ એંન્જિનિયર પર ડોલમાં ભરેલુ કીચડ ફેંક્યુ અને બાદમાં તે એંન્જિનિયરને પકડી નદી પર બનેલા પુલ પર રસ્સીથી બાંધી દીધો.