રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા લાખોની સંખ્યામાં ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે. રથયાત્રાના રૂટમાં માર્ગો પર શ્રધ્ધાળુ ભકતોએ મગ-જાંબુના પ્રસાદ માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે. ખાસ કરીને મહિલા-બાળકો અને યંગસ્ટર્સે પ્રસાદ લેવા માટે ધક્કામુક્કી અને પડાપડી કરતા નજરે પડ્યા હતા. ભગવાન જગન્નાથજીની ભવ્યાતિભવ્ય રથયાત્રા દરમ્યાન ભાવિક ભકતોને લાખોની સંખ્યામાં કેસરી કલરના ઉપરણાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી રહ્યા છે.