શાહિદ- કિયારાની જોડીથી ચાહક ખુબ પ્રભાવિત થયા

443

શાહિદ કપુર અને કિયારા અડવાણી અભિનિત ફિલ્મ કબીર સિંહની કમાણી રેકોર્ડ સપાટી પર પહોંચી ગઇ છે. વર્ષ ૨૦૧૯ની સૌથી મોટી ફિલ્મ તરીકે તે સાબિત થઇ રહી છે. ફિલ્મની કમાણી ૨૦૦ કરોડના આંકડાને પાર કરી ગયા બાદ તમામ ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યા છે. તે આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મે ૧૩ દિવસના ગાળામાં જ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકના રેકોર્ડને તોડી દીધો છે. બોક્સ ઓફિસ રિકોર્ડની વાત કરવામાં આવે તો ફિલ્મે જંગી આવક મેળવી લીધી છે. ફિલ્મે બીજા બુધવારના દિવસે ૭૨૫૦૦૦૦૦ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે માત્ર ૧૩ દિવસના ગાળામાં ૨૦૩ કરોડની જંગી કમાણી કરી લીધી છે. ફિલ્મની કમાણી ૨૧૦ કરોડથી પણ ઉપર આ સપ્તાહમાં પહોંચી જશે. ટોટલ કમાણીનો આંકડો વધે તેવા સંકેત છે. શાહિદ કપુરની કેરિયરની સૌથી મોટી ફિલ્મ તરીકે કબીર સિંહ સાબિત થઇ રહી છે. યુવા પેઢીમાં શાહિદને લઇને જોરદાર ક્રેઝ જોવા મળે છે. ફિલ્મમાં કિયારા અડવાણીની સાથે શાહિદની કેમિસ્ટ્રી જોરદાર રહી છે. આ ફિલ્મની સફળતા બાદ બંને ફરી એકવાર કેટલીક અન્ય ફિલ્મમાં પણ કામ કરી શકે છે. ઉરી ફિલ્મ તે પહેલા સૌથી સફળ સાબિત થઇ હતી. શાહિદ કપુરને છેલ્લા કેટલાક સમયથી સારી ફિલ્મની નજર હતી. આખરે તેને એક જોરદાર મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે.

કબીર સિંહ સુપરહિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની સત્તાવાર હિન્દી રીમેક છે. નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાની કબીર સિંહ એક લવ સ્ટોરી ફિલ્મ છે. ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી કામ કરી ગઇ છે. હિન્દીની સત્તાવાર રિમેક બનાવવા માટે કોઇ સીન બદલી નાંખવામાં આવ્યા નથી. ફિલ્મમાં શાહિદ કપુરની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે.

Previous articleસિહોરમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળી
Next articleસલમાન-આલિયાની ફિલ્મ માટેની તૈયારી શરૂ કરાઇ છે