બરવાળાના રોજીદ પ્રા. શાળામાં આરોગ્ય તેમજ ટોબેકો કન્ટ્રોલ કાર્યક્રમ યોજાયો

769
guj10-2-2018-6.jpg

બરવાળા તાલુકાના રોજીદ પ્રાથમિક શાળામાં તાલુકા હેલ્થ ઓફિસના રાષ્ટ્રીય બાળ સંરક્ષણ કાર્યક્રમના મેડીકલ ઓફિસર ડો.પારસ વસાણી તેમજ દિપકભાઈ સોલંકી,મીનાબેન કણઝરીયા સહિતના સ્ટાફ ધ્વારા શાળા આરોગ્ય તપાસણી તેમજ નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના હાજર તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
તાલુકા હેલ્થ ઓફિસની ટીમ ધ્વારા રોજીદ પ્રા.શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને સ્થળ ઉપર દવાઓ આપી નિદાન કરવામાં આવ્યુ હતુ.તેમજ આરોગ્યની ખામી વાળા વિદ્યાર્થીઓને  જીલ્લાની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ રાષ્ટ્રીય તમાકુ નીષેધ કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુકિતના શપથ લેવરાવ્યા હતા અને વ્યસનથી થતા રોગ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. 

Previous article જાફરાબાદ કોળી સમાજ દ્વારા ૭મો સમુહ લગ્નોત્સવ ઉજવાયો
Next articleનાગેશ્રી ખાતે કોળી સમાજનાં ચોથા સમુહ લગ્નોત્સવ યોજાયા