નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંપૂર્ણ બજેટ રજુ કર્યું હતું. બજેટમાં નાના દુકાનદારો માટે પેન્શનની તેમજ એક કલાક કરતા ઓછા સમયમાં લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણા મંત્રીની જાહેરાત પ્રમાણે હવે ૫૯ મિનિટમાં દુકાનદારોને લોન આપવામાં આવશે. આ યોજનાનો લાભ ત્રણ કરોડથી વધારે દુકાનદારોને મળી શકશે. પ્રધાનમંત્રી કર્મ યોગી માનધન પેન્શન યોજના અંતર્ગત આ લાભ આપવામાં આવશે.આ યોજનાની ખાસ વાત એ છે કે આ માટે ફક્ત આધાર અને પાન કાર્ડની જ જરૂરી પડશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓની નિવૃત્તિની સુરક્ષા માટે છે. આ યોજનાનો લાભ રીક્ષા ચાલકોથી લઈને બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો સુધીના લોકો લઈ શકે છે. આ યોજનાનો લાભ જે લોકોને મળશે તેમાં મીડ-ડે મીલ વર્કર, ફેરિયા, હાથલારી ચલાવતા લોકો, ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા લોકો, રીક્ષા ચાલકો, વગેરે લઈ શકે છે.