પ્રાયમરી ટીચર ટ્રેનિંગ કોલેજ ઉખરલાનું એસ.વાય.ડી. એલ.એડ્.નું ઉત્કૃષ્ટ પરિણામ ૯૬.૨% આવેલ છે. જેમાં પ્રથમ ક્રમે જાંબુચા ક્રિષ્નાબેન ધીરૂભાઇ ૮૬.૬૬%, દ્વિતિય ક્રમે પરીખ નિર્ઝરીબેન દ્રુપદભાઇ ૮૫.૮૩%, જ્યારે તૃતિય ક્રમે ગોહિલ રવિરાજસિંહ ખુમાનસિંહ ૮૪.૮૩% મેળવેલ છે. જેને શિવમ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કોલેજના આચાર્ય અને અધ્યાપક ગણે અભિનંદન પાઠવેલ છે.