મેંદરડા તાલુકાના નાગલનેસ જાગતી જ્યોત મનુમાના આશ્રમે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરાઇ

1367

ચિરોડા નાગલનેસ ખાતે મનુમાના સાનિધ્યમાં દર વર્ષની જેમ અષાઢી બીજની ભવ્ય ઉજવણી નાગલનેસ ચીરોડા ખાતે ઉજવવામાં માતાજીના થરાની પૂજા આરતી અને ધ્વજા રોપણ કાર્યક્રમ તેમજ બપોરના લાપસી મહાપ્રસાદ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી. તો આ પ્રસંગે મનુમાનો સેવકગણ એવા બાબરીયા વાડ તથા સોરઠ તથા ગોહિલવાડ તથા નાઘેર સહિત વિસ્તાર જે આરતીનો લાભ લેવા તેમજ પ્રસાદીનો અને માતાજીના દર્શનનો વિશાળ સંખ્યામાં લાભ મળ્યો હતો. અને રાત્રીના ભવ્ય લોકડાયરામાં રાજભા ચારણે જમાવટ કરી હતી. આમ અષાઢી બીજના મનુમાના સાનિધ્યમાં અનેક સેવકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન અશોકભાઇ ગઢવી તથા રાજભા ચારણ કર્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા-જાફરાબાદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૨૪ ઉમેદવારોના ફોર્મ ભરાયા