સે- ૩ બ્રહ્માકુમારી કેન્દ્રમાં બાબા બર્ફાનીના મહાદર્શન

2116
gandhi12-2-2018-7.jpg

ગાંધીનગર શહરેના સેક્ટર ૩ડી સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં શિવરાત્રીના પાવન પ્રસંગે બર્ફીલા અમરનાથ આત્મખોજ પ્રદર્શન, શિવ અવતરણ વીડીયો શો અને વેલ્યુ ગેમનુ આયોજન કરાયુ છે. સવારે ૭થી સાંજના ૭ વાગ્યા સુધી રામેશ્વર મહાદેવ મંદિરે યોજાશે. જેમાં ઉત્તરના ધારાસભ્ય ડૉ. સી જે ચાવડાના હસ્તે ઝાંખીનો શુભારંભ કરવામાં આવશે. સેક્ટર ૩ડી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં આગામી ૧૪થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ સેશન સવારે ૮થી ૯, બપોરે ૪થી ૫ અને રાત્રે ૮થી ૯ દરમિયાન સેક્ટર ૩ડી રામેશ્વર મંદિર સભા ખંડમાં ખુશનુમા જીવન વિષય પર એક સેમિનારનુ આયોજન કરાયુ છે. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યુ છે. 

Previous article ટાયર ચોરોનો વધતો તરખાટ, સે.૫માં ઇનોવાના વ્હીલ ચોરાયા
Next article ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ‘ટેક ફેસ્ટ’નો ૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ