રાજુલા-જાફરાબાદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૨૪ ઉમેદવારોના ફોર્મ ભરાયા

602

રાજુલા તાલુકા પંચાયતમાં ૬ સભ્યોની પેટાચૂંટણી અને જાફરાબાદની ૩ બેઠકની ચૂંટણી આવતા આજે છેલ્લા દિવસે ઉમેદવારી પત્રકો ભરાયા હતા. જેમાં ભાજપ કોંગ્રેસ અપક્ષના ઉમેદવારો ટેકેદારો ઉમટી પડ્યા હતા.

રાજુલા તાલુકા પંચાયતમાં ધૂળિયા, આગરીયા, બર્બટાણા, બારપટોળી, ભેરાઇ, ધારેશ્વર અને માંડલ એમ ૬ તાલુકા પંચાયતની બેઠકોમાં કુલ ૬ બેઠકો માટે ભાજપ કોંગ્રેસે અપક્ષ મળી ડમી ઉમેદવારો સાથે ૨૪ ફોર્મ રજુ થયા હતા.

ભાજપ સાથે છેડો ફાડનાર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જી જે ધાંખડા તેમજ સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન જયાબેન રમેશભાઇ ધાંખડા સહિત ૩ સભ્યોને કોંગ્રેસ ટિકીટ આપી છે તેને ઉમેદવારીપત્રક ભર્યા છે તો કોંગ્રેસના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બી.બી.લાડુમોર સહિતના ૬ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભરી હતી.

તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચંદ્રાબેન ચાંપારાજભાઇ બેપારીયા સહિતના ૬ સભ્યોએ ઉમેદવારીપત્રક ભર્યા હતા. હવે ૮મીએ ફોર્મની ચકાસણી થશે બાદમાં ૨૧મીએ મતદાન થશે.

હાલમાં ભાજપ પાસે ૯ સભ્યો છે. કોંગ્રેસ પાસે ૬ સભ્યો છે. ભાજપને માત્ર ૩ સભ્યોની ઘટ છે જ્યારે કોંગ્રેસે તમામ ૬ બેઠકો કબ્જે કરે તો તાલુકા પંચાયત કબ્જે થાય તેમ છે.

આ ઉમેદવારી પત્રક ભરવામાં ભાજપના ડા.હિતેશ હડિયા શુક્લભાઇ, બાલદાણીયા કોળી સમાજના યુવા આગેવાનો કાનાભાઇ ગોહિલ, જયસુખભાઇ વાજા, કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર, બાબુભાઇ રામ, ભીખાભાઇ પિંજર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે ઉમેદવારી પત્રકો ભર્યા : ત્રણ બેઠકો માટે રસાકસીભર્યો જંગ

આજે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસે ઉમેદવારી પત્રકો ભર્યા હતા.

જેમાં ભાજપમાંથી મંજુબેન કરશનભાઇ ભીલ, શીવાભાઇ નગાભાઇ તેમજ બેબીબેન આતુભાઇ બાંભણીયા જ્યારે કોગ્રેસમાંથી આજરોજ જાફરાબાદ ખાતે તાલુકા પંયાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીવરાજભાઇ રામભાઇ ગુજરીયા (શિયાળબેટ સીટ), અંજુબેન વિદુરભાઇ સાખડ (મિતિયાળા સીટ), બાઘુબેન મનુભાઇ મકવાણા (લોઠપુર)નાં તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું.

Previous articleમેંદરડા તાલુકાના નાગલનેસ જાગતી જ્યોત મનુમાના આશ્રમે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરાઇ
Next articleયુનિ.ગુજરાતી ભવનમાં વિદ્યાર્થીઓનાં આવકારોત્સવ કાર્યક્રમનું આયોજન