તળાજા ભાવનગર હાઈવે પર ત્રાપજનજીક રાજાશાહી વખત નુ બંધ મકાનમાં ગૌચર વિસ્તારમાં મોર નો શિકાર થયા નુ ફોરેસ્ટ વિભાગ ને જાણ થતા તળાજા ના ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશભાઈ વાધેલા અને ટીમ દોડી ગયા હતા અને દરોડો પાડયો હતો ત્યારે આરોપી ઓ સ્થળ પર જમોર માથુ માસ મોટરસાયકલ સહીત મુદામાલ મુકી ને ભાગી ગયા હતા અને મૂત મોરનુ પોસ્ટમોર્ટમ સાખડાસર ખાતે કરવામાં આવ્યુ હતું અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે આજે ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ મુકેશભાઈ વાધેલા અને ટીમ ને માહિતી મળી હતી તેના આધારે તપાસ કરતા તળાજા પંથક ના રાષ્ટ્રીય પક્ષી મોર ના શિકાર કરનારા બે આરોપી ને ઝડપી પાડયા હતા હિમત લાલજી પરમાર ગામ બેલા ઉ વ. ૩૬ અને વિનુ હરજી પરમાર ગામ સાખડાસર ઉ. વ ૨૮ બન્ને તળાજા તાલુકા ના વધુમાં આર એફ ઓ મુકેશભાઈ વાધેલા ના જણાવ્યા મુજબ આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કામગીરીમાં આરએફઓ એમ.કે.વાઘેલા, એસ.આઈ. દેસાઈ, ડી.જી. ગઢવી, ફોરેસ્ટર જી.એલ. વાઘેલા, વાય.પી. ચાવડા, વન રક્ષક બી.જી. માયડા, આર.એલ.રસવૈયા, એમ.બી. ધાંધલ્યા, એમ.વી. સરવૈયા જોડાયા હતાં.