ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સંગઠન પર્વ ૨૦૧૯ અંતર્ગત સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર રાષ્ટ્રમાં એક સાથે તમામ રાજ્યો, શહેર, જિલ્લા મથકો , ગ્રામ્ય ક્ષેત્ર અને મંડલ (વોર્ડ ) સ્તરે આજે આ અભિયાનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સહિત ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારના મંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, રાજય સ્તરના સંગઠનના પદાધિકારીશ્રીઓ સહિત સમગ્ર જવાબદાર પદાધિકારીશ્રીઓ એ સમગ્ર રાષ્ટ્રમાં આ અભિયાનને લોન્ચ કર્યું હતું.
ભાવનગર મહાનગર ખાતે પણ આજે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ખાતે સમગ્ર રાષ્ટ્રની સાથે સાથે ભાવનગર શહેર/જિલ્લા માટે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા કાર્યકર્તાઓની વિશાળ હાજરી વચ્ચે આ અભિયાન લોન્ચિંગ કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે દિપ પ્રાગટય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી. ઉપસ્થિત વિશાળ કાર્યકર્તાઓ ને સ્વાગત પ્રવચન સાથે શહેર અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા સંગઠન પર્વ ૨૦૧૯ અંતર્ગત સદસ્યતા અભિયાનને લોન્ચિંગ કરતા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર આપવા સાથે પક્ષમાં નવા જોડાઈ રહેલા કાર્યક્રતાઓનું સ્વાગત કર્યું હતું અને પક્ષને મજબૂત અને સંગઠનને વધુ ધારદાર બનાવવા માટે કાર્યકર્તાઓની ભૂમિકા સમજાવી ભારતીય જનતા પાર્ટીના વિચાર અને સરકારની જન સુખકારી યોજનાને જન જન અને ઘર ઘર સુધી પહોંચાડી લોકોના દિલ જીતવા આહવાન કરતા જણાવ્યું હતું કે હજુ એવા વિસ્તાર, એવા સમાજ અને એવી જ્ઞાતિઓ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કે વિસ્તાર થયો નથી ત્યાં પહોંચી “ચલો વહી દિયા જલાયે જહાં અભી અંધેરા હે” એ અટલજીની કવિતાની પંક્તિને સાકાર કરતા આવા પછાત, દલિત અને અશિક્ષિત વિસ્તારમાં પહોંચી તેવા લોકો અને તેવા વિસ્તારને આપણા બનાવીએ તેઓએ પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે ભા.જ.પા.નો કાર્યકર્તા “દલ કા કાર્યકર્તા દૂત બનકે નિકલે ઓર લોગો કા દિલ જીતે” તેઓએ કાર્યકર્તાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.