બિગ બૉસ-૧૩ માટે સલમાન ખાન ૨૦૦ કરોડ રૂપિયા ચાર્જ વસૂલશે..!!

537

બિગ બોસમાં સલમાન ખાનની ફી અંગે લાંબા સમયથી સમાચાર આવી રહ્યાં છે. કહેવાય છે કે, ભાઇજાન બિગ બોસની ૧૩મી સિઝનમાં એક એપિસોડ માટે ૩૧ કરોડ રૂપિયા લેશે. અને આ સાથે જ તેની કૂલ ફી આશરે ૪૦૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઇ છે. પણ હવે સામે આવ્યું છે કે, ૪૦૦ કરોડ રૂપિયા ફી પેટે લેવાની વાત ખોટી છે. સલમાનની ટીમ સાથે જોડાયેલાં સૂત્રોએ પિંકવિલા સાથે વાતચીતમાં ખુલાસો કર્યો છે.

સૂત્રોની માનીયે તો, સલમાન ખાન ’બિગ બોસ ૧૩’ માટે આશરે ૨૦૦ કરોડ રૂપિયા ચાર્જ વસુલશે. એટલે કે એક એપિસોડ માટે તે ૧૩ કરોડ રૂપિયા લેશે. આ પહેલાં ૧૨મી સીઝનમાં સલમાન ખાન એક એપિસોડનાં ૧૧ કરોડ રૂપિયા ચાર્જ લેતો હતો. એટલે કે તેણે તેની ફીમાં ૨ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. એક શો માટે કૂલ ૨૦૦ કરોડ રૂપિયા ચાર્જ લેનારો સલમાન ખાન સ્મોલ સ્ક્રિનનો સૌથી મોંગો સેલિબ્રિટી છે. આમ તો રિયાલિટી શોમાં તમામ સેલિબ્રિટીઝ નજર આવે છે. પણ હાલમાં બોક્સ ઓફિસ પર જેનો સિક્કો ચાલે છે તે ભાઇજાનની સ્મોલ સ્ક્રિન પર પણ બોલબાલા છે.

Previous articleહોટલ માલિક રોહિત વિંગે ખોટા ઇરાદે જોઇ હતી : ઇશા ગુપ્તા
Next articleઅભિનેત્રી શર્મિન સહગલ હવે ઓન સ્ક્રૂન ન્યૂડ સીન નહિ કરે