ટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો

473

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૩૭૩૨.૫૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. ટીસીએસ, ઇન્ફોસીસ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન એચડીએફસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૧૪૯૪૧.૧૧ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૩૯૩૧૩૫.૭૨ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આવી જ રીતે એસબીઆઈ અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૮૬૫૬.૮૭ કરોડ અને ૭૯૨૫.૧૬ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. કોટક મહિન્દ્રા બેંક અને આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ કમ્રશઃ ૭૮૬૦.૨૧ કરોડ અને ૬૭૪૨.૨૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આરઆઈએલની માર્કેટ મૂડી પણ આ ગાળા દરમિયાન વધી છે જેથી તેની માર્કેટ મૂડી ૮૦૦૩૬૬.૯૯ કરોડ રૂપિયા થઇ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. આની બિલકુલ વિરુદ્ધમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં ૨૪૬૧૫.૬૪ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૮૧૧૧૩૪.૨૪ કરોડ રૂપિયા થઇ ગઇ છે. માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં તેની માર્કેટ મૂડી હજુ પણ સૌથી વધારે રહી છે. ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ટીસીએસની માર્કેટ મૂડી સૌથી વધારે રહેતા માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે પ્રથમ સ્થાન ઉપર છે. આરઆઈએલ, એચડીએફસી બેંક, ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૧૧૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૯૫૧૩ રહી હતી. બેંચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડો શુક્રવારના દિવસે નોંધાયો હતો.

Previous articleઆરબીઆઈ બોર્ડને નિર્મલા સીતારામનનું આજે સંબોધન
Next articleFPI દ્વારા જુલાઈમાં ૪૭૫ કરોડ પાછા ખેંચી લેવાયા છે