કાંકરિયા કબડ્ડીનું મેદાનમાં બે ટીમો વચ્ચે મારામારીઃ ખુરશીઓ ઉછળી

827

શહેરના કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં આજે યોજાયેલી કબડ્ડીની મેચમાં બે ટીમો વચ્ચે મારામારી થઈ હતી. અમદાવાદમાં કબડ્ડી ટુર્નામેન્ટમાં બબાલ થતા ભારે હોબાળો મચ્યો હતો. ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટમાં બે ટીમ સામસામે આવી ગઈ હતી અને બાદમાં ખુરશીઓ ઉછળી હતી.

કાંકરિયા પાસે ટ્રાન્સટેડિયા એરેના ક્લબમાં કબડ્ડીની મેચ રમાઇ રહી હતી. ત્યારે તોફાની તત્વોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી. કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં છઁ પટેલ કોલેજ અને ૐદ્ભના વિદ્યાર્થીઓની મેચ હતી. ત્યારે ઇન્ટરકોલેજ કબડી ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે મારામારીના દ્દશ્યો જોવા મળ્યા હતા.

કબડ્ડીની મેચમાં મારામારી બાદ ખુરશીઓ ઉછળી હતી. જેને પગલે ત્યાં મેચ નિહાળી રહેલા દર્શકોની દોડધામ મચી હતી. તોફાની તત્વોએ હવામાં ખુરશીઓ મારતા ડરનો માહોલ ઊભો થયો હતો. જેને પગલે ત્યાં હાજર દર્શકોએ ભાગવું પડ્યું હતું.

શહેરના કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં આજે યોજાયેલી કબડ્ડીની મેચમાં બે ટીમો વચ્ચે મારામારી થઈ હતી. ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટમાં બે ટીમ સામસામે આવી ગઈ હતી અને બાદમાં ખુરશીઓ ઉછળી હતી. કબડ્ડીનું મેદાન રણમેદાનમાં પરિવર્તિત થયું હતું. આ ટૂર્નામેન્ટ ફોરચુન જાયન્ટ્‌સએ સ્પોન્સર કરી હતી.

Previous articleસોસાયટીના રહીશોએ ગટરની ગંદગીથી ત્રસ્ત થઇ વડાપ્રધાન મોદીને પત્ર લખી આમંત્રણ આપ્યુ
Next articleતક્ષશિલા અગ્નિકાંડઃ મૃતકોના અસ્થિનું પૂજન કરાયું, શહીરજનો હિબકે ચડ્યા