કોંગ્રેસને ૩૫ લોકસભા ક્ષેત્રથી યુપીમાં ફરિયાદો મળી ચુકી છે

846

લોકસભાની ચૂંટણીમાં અતિ કંગાળ દેખાવ બાદ કોંગ્રેસે અંદરખાનાની માહિતી મેળવવા માટે જે શિસ્ત સમિતિ બનાવી હતી તેને ૩૫ લોકસભા ક્ષેત્રોમાંથી ફરિયાદ મળી છે જે પૈકી મોટાભાગની ફરિયાદો પુર્વાંચલમાંથી મળી છે. સુત્રોનું કહેવું છે કે, પુર્વાંચલમાંથી સૌથી વધારે ફરિયાદો મળી છે. અહીં ૨૫ લોકસભા ક્ષેત્રોમાંથી ફરિયાદો મળી છે જ્યારે પશ્ચિમાંચલમાંથી ૧૦ ફરિયાદો મળી છે. હવે શિસ્ત સમિતિ ફરિયાદોના પરીક્ષણ માટે લોકસભા ક્ષેત્રોમાં જશે અને ફરિયાદમાં તપાસ કરશે. સમિતિ દ્વારા પરીક્ષણ બાદ ૧૫મી જુલાઈથી પહેલા પ્રિયંકા ગાંધી વાઢેરાને અહેવાલ સુપ્રત કરવામાં આવશે. પ્રિયંકા ગાંધી વાઢેરા અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉમેદવારો સાથે બેસીને ચૂંટણીમાં હારના કારણો જાણવા માટે પ્રયાસ કર્યા હતા. તે વખતે કેટલાક લોકોના ફિડબેક એવો ઇશારો કરી રહ્યા હતા કે, પાર્ટીમાં આંતરિક કારણોથી કોંગ્રેસને ચૂંટણીમાં નુકસાન થયું છે. ત્યારબાદ કોંગ્રેસની તમામ જિલ્લા શહેરી એકમોનો ભંગ કરીને અંદરખાનામાં અડચણો અને શિસ્તના અભાવમાં તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. આ સમિતિએ પાંચમી જુલાઈ સુધી અહેવાલ આપવા માટે તૈયારી દર્શાવી હતી. આ સંદર્ભમાં કોંગ્રેસને ઇ-મેઇલ આઈડી પર ફરિયાદ મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. બહારથી આવેલા ઉમેદવારો ઉપર જિલ્લા અને શહેરી એકમો માટે વધારે પ્રહાર કરવામાં આવ્યા હતા.

ાહરાઇચથી કોંગ્રેસને ફરિયાદ મળી છે કે, સાવત્રીબાઈ ફુલેએ કોંગ્રેસ સંગઠનનો ઉપયોગ ચૂંટણી માટે પણ કર્યો ન હતો. જિલ્લા અધ્યક્ષ સાથે પણ કોઇ સંપર્ક કર્યો ન હતો. તેમને કોઇ જવાબદારી પણ સોંપી ન હતી. ગોંડામાં સંગઠનની અંદર જ પારસ્પરિક ખેંચતાણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જે લોકસભા ક્ષેત્રોમાં જિલ્લા અધ્યક્ષોને લઇને ચૂંટણી પહેલા વિવાદ હતો ત્યાં સંગઠનની અંદર જ અંદરખાનાની ફરિયાદો પાર્ટીને મળી છે. કુશીનગર, ફૈઝાબાદ, ઉન્નાવ, લખીમપુર ખીરી જેવા લોકસભા ક્ષેત્રોમાં શિસ્ત સમિતિને કોઇ ફરિયાદ મળી નથી. જાણકાર લોકો કહે છે કે, આનું કારણ એ છે કે, અહીં સંગઠન એવા જ મોટા નેતાઓના ઇશારે કામ કરે છે જ્યાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી હતી. આવી સ્થિતિમાં અંદરખાને શિસ્તની પ્રક્રિયાનો અભાવ અન્યત્ર દેખાઈ રહ્યો હતો. અલ્હાબાદ, ફુલપુર જેવા લોકસભા ક્ષેત્રમાં પાર્ટીની પાસે કોઇપણ ઉમેદવાર ન હતા. આવી સ્થિતિમાં આ ક્ષેત્રોમાંથી પણ કોઇ ફરિયાદ મળી નથી. સેવા દળની સ્થિતિ સુધારવા અને ભવિષ્યના કાર્યક્રમો નક્કી કરવા માટે આવતીકાલે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ બેઠક બોલાવી છે.

Previous articleહરિયાણાની ડાન્સર અને ગાયિકા સપના ચૌધરી ભાજપમાં જોડાઇ
Next articleખબર નહીં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કોણ છે, પાર્ટીના અધ્યક્ષ બનશે કે નહી : રાજનાથસિંહ