રાજુલામાં ભાવપૂજન સમારોહ સંતોના ભવ્ય સામૈયા કરાયા

622

રાજુલા શહેરમાં આજરોજ રાજુલા સમસ્ત સનાતન ધર્મ દ્વારા ભાવપૂજન વંદના યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

રાજુલા ખાતે પૂજ્ય રમેશભાઇ ઓઝા, પૂજ્ય મુક્તાનંદબાપુનો ભાવપૂજન સમારોહ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરનાં સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંતોના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા. દરેક જ્ઞાતિ દરેક સમાજ દ્વારા તમામ સંતો મહંતોનું ભાવપૂજન કરાયું હતું.

આ તકે રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મએ છે કે ભગવાન ધર્મ પ્રત્યે આસ્થા વધે દુન્યામાં બધા હેતુને લઇ હેત કરે છે. ધર્મને બચાવવો હોય તો ધર્મને લક્ષ્યમાં રાખી કર્મ કરો.

આ તકે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી, માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, દિલીપભાઇ જોશી, મનોજભાઇ વ્યાસ, મહેશભાઇ જોટંગીયા કિશોરભાઇ રેણુકા સાથે સમસ્ત બારોટ સમાજ વતી ભરતભાઇ બારોટ, તેમજ પત્રકારો અમરૂભાઇ બારોટ, દુશ્યંત ભટ્ટ, કનુભાઇ વરૂ, ચેતન વ્યાસ, તેમજ સમસ્ત બ્રહ્મસમાજ વતી ભાનુદાદા રાજગોર દિલીપભાઇ જોશી, કાઠી ક્ષત્રિય સમાજ, આહિર સમાજ વતી જે.બી.લાખણોત્રા, લાલાભાઇ બાઘાભાઇ વાઘ તેમજ કવિ હમાળવી, શશીકાંતભાઇ સહિત શહેર તાલુકાના તમામ જ્ઞાતિ આગેવાનોએ દરેક સંતો મહંતોનું પૂજન અને સન્માનિત કરાયા.

Previous articleજાફરાબાદ ખારવા સમાજના સમૂહલગ્નની તડામાર તૈયારી
Next articleતલાટી-મંત્રી મંડળનાં હોદ્દેદારોની વરણી