વલસાડમાં પાણીમાં ફસાયેલા ૬ પરિવારનું NDRFએ કર્યું રેસ્ક્યું

448

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સલવાવ ગામનીમાં સતત પડી રહેલા વરસાદને કારણે વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાપીના સલવવા ગામે આવેલા ઘુરિયા ફળિયામાં કોલક નગીના પાણી ગામમાં ફરીવળતા ૧૫ જેટલા ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.સલવવા ગામમાં ૬ જેટલા પરિવારના આશરે ૧૫ જેટલા લોકો નદીના પાણી ગામમાં ઘૂસી જતા સરપંચ દ્વારા ફૂટ પેકેટ આપવા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સરપંચ અને તેમની પત્ની પણ ફસાયા હતા. સરપંચ દ્વારા તરત જ એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા એનડીઆરએફની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.વલસાડના વાપીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવસારીના ખેરગામ અને વલસાડના કપરાડામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્‌યો હતો.

અને પારડીમાં ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જો કે સૌથી વધુ વલસાડના તમામ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો.દક્ષિણ ગુજરાતમાં ચાર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૧૪ તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્‌યો હતો. ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ચાર રોહિત વાર વિસ્તારમાં ગળાડૂબ પાણી વચ્ચે નગરજનોની હાલત કફોડી બની હતી. ગત વર્ષે પણ ચાર દિવસ સુધી જળબંબાકારની સ્થિતીને કારણે સ્થાનિક નગરજનોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.

Previous articleદમણગંગા નદીમાં આવ્ચું ઘોડાપૂર, મધુવન ડેમના ૭ દરવાજા ખોલાયા
Next articleયુનિવર્સિટીમાં બંધ કેરીફોરવર્ડ સિસ્ટમને ફરીવખત શરૂ કરાઈ