પૂર્વ પાસ અગ્રણી રેશમા પટેલ વિરુદ્ધ કોર્ટે વોરન્ટ કાઢ્યું, જીજ્ઞેશ મેવાણી પણ આરોપી છે

655

મંજૂરી વગળ કાઢવામા આવેલી આઝાદી કૂચના કેસમાં મહેસાણા કોર્ટે પૂર્વ પાસ અગ્રણી અને એનસીપી નેતા રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ ઇશ્યુ કર્યું છે.

આ કેસમાં જીજ્ઞેશ મેવાણી પણ આરોપી છે. જીજ્ઞેશ મેવાણીએ આઝાદી કૂચ કાઢી હતી. જોકે મંજૂરી વગર આ રેલી કાઢવામાં આવતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં રેશમા પટેલ સહિત ૧૨ સામે ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે મુદ્દત વખતે હાજર ન રહેતા રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ કાઢ્યું હતું.

Previous articleબનાસકાંઠાના વાવ અને સુઈગામના ગામોમાં તીડનું આક્રમણ :સ્થિતિ નિયત્રણમાં હોવાનો કલેકટરનો દાવો
Next articleતિરૂપતિ ઋષિવનમાં મીસફાયર થતાં બંદૂકનો છરો વાગતાં કર્મચારીનું મોત