આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના શકદારોની હકિકત મેળવવા તળાજા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન તળાજા વૃન્દાવન જીનિંગ મીલ પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા તળાજા હાઇવે રોડ ઉપર આવેલ સાખડાસરન પાટીયા પાસે દિલાવર અમીનભાઇ નામનો ઇસમ ટાટા મેજીક લઇને ઉભો છે. અને તે મેજીકના કાગળો કે આઘાર પુરાવા તેની પાસે નથી અને વેચાણ કરવાની પેરવીમાં છે.જ.જે હકિકત આઘારે તાત્કાલીક સ્થળ ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ દિલાવર ઉર્ફે દિલાભાઇ અમીનભાઇ પીંજારા ઉવ.૩૮રહે. દિન દયાળનગર પથીકા આશ્રમની બાજુમાં તળાજા વાળો હોવાનું જણાવતા તેની પાસેના ટાટા મેજીક ઉપર આર.ટી.ઓ. નંબર પણ લખેલ નથી જેના કાગળો તથા આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મજકુર ઇસમે સદરહું ટાટા મેજીક ચોરી કરી અગળ છળકપટથી મેળવેલાનું જણાતા કીરૂ. ૭૦,૦૦૦/- સી.આર.પી.સી. ૧૦૨ મુજબ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ અને મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) ડી મુજબ ઘોરણસર અટકાયત કરવામાં આવેલ મજકુર ઇસમની યુકતી પ્રયુકતિ થી પુછપરછ કરતા મજકુરે કબુલાત કરેલ કે ટાટ મેજીક પોતાએ આજથી બે ત્રણ દિવસ પહેલા મહુવા હાઇવે આશાપુરા હોટલ પાસેથી ચોરી કરેલાની કબુલાત કરતા જે બાબતે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ છે. અને આગળની કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે.