ચિત્રા જીઆઈડીસી નજીક ટ્રેન અડફેટે આધેડનું મોત

632
bvn1322018-7.jpg

શહેરના ચિત્રા જીઆઈડીસી નજીક આજે સવારના સમયે ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા આધેડનું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ, ધ્રાંગધ્રાથી ભાવનગર આવી રહેલ ટ્રેન ભાવનગર ચિત્રા જીઆઈડીસી નજીક પહોંચતા પાટા ઓળંગી રહેલ અજાણ્યા આધેડ ટ્રેનની અડફેટે આવી જતા ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleકોંગ્રેસ પાવર મિનિસ્ટ્રી સામે પિપલ મિનિસ્ટ્રી રચશે
Next articleરાજુલાના કડીયાળી ગામ પાસે બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત