ભાવનગરથી દેવભૂમિ દ્વારકા સ્લીપર બસ સેવાનો પ્રારંભ

1614
bvn1322018-4.jpg

ભાવનગરમાં વસતા શ્રધ્ધાળુઓ દ્વારા ભાવનગરથી દ્વારકાને જોડતી બસ સેવાની લાંબા સમયથી માંગ કરી રહ્યાં હતા. આ સેવાને એસ.ટી. વહિવટી તંત્ર દ્વારા મંજુરી આપતા આજથી આ સ્લીપર બસ સેવાનો પ્રારંભ કરાયો હતો.
વિશ્વ પ્રસિધ્ધ યાત્રધામ દ્વારકા ખાતે ભાવનગર શહેર-જિલ્લામાંથી પ્રતિદિન અનેક શ્રધ્ધાળુઓ દર્શન અર્થે જતા હોય છે પરંતુ આ યાત્રાધામનું અંતર ભાવનગરથી વધુ હોય યોગ્ય સમયે આ તિર્થ સ્થળ સુધી પહોંચી શકાય તેવી પરિવહન સેવા જુજ પ્રમાણમાં હોય જેને લઈને લોકો સાનુકુળ પરિવહન સેવાની લાંબા સમયથી માંગ કરી રહ્યાં હતા. આ બાબતને વહિવટી તંત્રએ હકારાત્મક અભિગમ સાથે સ્વીકારી સેવા શરૂ કરવા મંજુરી આપતા ભાવનગર એસ.ટી. ડીવીઝન દ્વારા ન્યુ બ્રાન્ડ સ્લીપર બસ ફાળવવામાં આવી છે. આ બસ ભાવનગર ડેપોથી રાત્રે ૯ કલાકે ઉપડી વાયા રાજકોટ જામનગર થઈને સવારે પ કલાકે દ્વારકા પહોંચશે. એ જ રીતે દ્વારકાથી પણ રાત્રે ૯ કલાકે આ સ્લીપર કોચ ઉપડી સવારે પ વાગે ભાવનગર પહોંચશે. આજરોજ ટ્રાફીક કંટ્રોલર માલીવાડે ડેપો મેનેજર રવિભાઈ નિર્મળ તથા ત્રણેય યુનિયનના સભ્યોની હાજરી વચ્ચે લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું.

Previous article તળાજા શેત્રુંજી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
Next article ઈશ્વરિયાની શાળાના બાળકો દ્વારા ધરતીના છોરૂ અભિયાન