શિવજયંતિ મહોત્સવ અંતર્ગત શિવશક્તિ ભવન, બ્રહ્માકુમારીઝ સેક્ટર-૨૮, ગાંધીનગર ખાતે યોગાભ્યાસ, શિવ પરમાત્માને વિશેષ ભોગ અર્પણ અને સ્વયમ શિવ પરમાત્મા દ્વારા પ્રજાપિતા બ્રહ્માના મુખાર્વિદથી સંભળાવેલ સત્ય ગીતાજ્ઞાનનો ‘મુરલી’ ક્લાસ રહેલ. ત્યારબાદ એક આધ્યાત્મિક સ્નેહમિલનનું આયોજન કરેલ છે. આ સ્નેહમિલનમાં (૧)ભગિની ઇન્દ્રાણી મેડમ, મહિલા કમાન્ડન્ટ, સી.આર.પી.એફ. ગાંધીનગર, (૨)ભ્રાતા વસંતભાઈ પરાસ્રામકા, ડેપ્યુટી પ્રેસીડેન્ટ, ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ કલ્પતરુ પૉવર ટ્રાન્સમિશન લી. ગાંધીનગર અને ભગિની સુમનબેન પરાસ્રામકા, વેલફેર ક્લબ ઓફિસર (૩) ભ્રાતા ભરતભાઈ પટેલ મહાત્મા મંદિર, (૪) ભ્રાતા ભરતભાઈ જટાનીયા, કટક, (૫) ભ્રાતા રમેશભાઈ પટેલ, કેપિટલ ઓફસેટ્સની ખાસ ઉપસ્થિતિમાં જગદંબા ભવન, બ્રહ્માકુમારીઝ ચિલોડાના સંચાલિકા બી.કે.તારાબેને મહાશિવરાત્રિનું સાચું આધ્યાત્મિક રહસ્ય સ્પષ્ટ કરી સ્વયમ શિવ પરમાત્માના સીધા નિર્દેશનથી બ્રહ્માકુમારીઝ માધ્યમ દ્વારા ચાલી રહેલ વિશ્વ પરિવર્તનના ભગિરથ કાર્યથી સૌને માહિતગાર કરેલ. ઉપસ્થિત મહેમાનો એ તેમના ઉદબોધન અને શુભ વધાઈઓ આપેલ. આ પ્રસંગે “જ્યોતિ જગાલો, અંધેરા મિટાદો, શિવ કો અપને દિલ મેં બસાલો….” ના ગીત ગુંજન સાથે સૌએ કેન્ડલ પ્રગટાવી અજ્ઞાન અંધકાર દૂર કરવાનો સંદેશ વહેતો કરેલ., પરમાત્માના દિવ્ય જન્મ અને ત્રિમૂર્તી શિવ પરમાત્માના ત્રણ કર્તવ્ય (૧) બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના, (૨) શંકર દ્વારા પુરાની વિકારી દુનિયાનો વિનાશ અને (૩) વિષ્ણુ દ્વારા નવી સતયુગી દુનિયાની પાલનાની યાદગાર રૂપ બનાવેલ વિશેષ કેકનું કટીંગ કરવામાં આવેલ અને અંતે ગાંધીનગર સેવાકેન્દ્ર સંચાલિકા કૈલાશદીદીએ સૌને આશીર્વચન આપેલ.
સ્નેહમિલન બાદ આમંત્રિત મહેમાનો સાથે વિધ્યાલયના ૩૦૦ જેટલાં નિયમિત વિધ્યાર્થીઓ-બ્રાહ્મણકૂળ ભૂષણોના ઉપસ્થિતિમાં પરમપિતા શિવ પરમાત્માનો ધ્વજ ફરકાવામાં આવેલ. રાજયોગિનિ કૈલાશદીદી દ્વારા વિશ્વમાં પુનઃ શાંતિના સ્થાપના, માટે તન, મન, ધન, મન, વચન અને કર્મથી કટિબધ્ધ થવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવેલ. અને પરમાત્માનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે ગગનમાં ૨૦૦ સંદેશ ટેગ કરેલ ફુગ્ગાઓ ઉડાડવામાં આવેલ. પ્રસંગોપાત આયોજિત નિરાકાર શિવ પરમાત્માની વિશેષ ઝાંખી પણ દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવેલ.