વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુરૂવારના રોજ યુવા સાંસદોમાંથી પોતાના ઘરે નાસ્તા પર મુલાકાત કરી. તમામ યુવા સાંસદોનું વિસ્તૃત રીતે પરિચય થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને પૂછયું કે રાજકારણ સિવાય તમે શું-શું કામ કરો છો? સામાજિક કાર્યો સિવાય બાકી કામોમાં શું રૂચિ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાજમાં લોકોની સામે રાજકારણ સિવાય જે કામ તમે કરો છો, સમાજમાં એ ઉભરીને સામે આવવું જોઇએ. લોકોને તેની માહિતી હોવી જોઇએ. લોકો ખાંટી રાજકારણ સિવાય બીજા કામોને વધુ પસંદ કરે છે આથી તેના પર પણ ધ્યાન આપવું જોઇએ. આ જ રીતે થોડાંક દિવસ પહેલાં લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ‘૨ ઓક્ટોબલ (ગાંધી જયંતી) થી લઇ ૩૧ ઑક્ટોબર (સરદાર પટેલ જયંતી) સુધી તમામ સાંસદોને પોત-પોતાના ક્ષેત્રમાં ૧૫૦ કિલોમીટર પદયાત્રા નીકાળવાનો નિર્દેશ આપ્યો. સાંસદને દરરોજ ૧૫ કિલોમીટરની પદયાત્રા કરવાના છે.’ તેના માટે અલગ-અલગ ગ્રૂપ બનશે અને સાંસદ એક દિવસ એક ગ્રૂપની સાથે પદયાત્રા કરશે. તેમાં ભાજપ ધારાસભ્ય, કાર્યકર્તા તમામ સામેલ થશે. દરરોજ ૧૫ કિલોમીટરની પદયાત્રા કરશે અને તમામ બૂથ કવર કરશે. રાજ્યસભા સાંસદોને પણ સંસદીય ક્ષેત્ર અલૉટ થશે. પદયાત્રાના માધ્યમથી ગાંધીજીના વિચારો, શિક્ષણનો પ્રચાર કરશે અને વૃક્ષારોપણ કરશે. પીએમ મોદીએ કહ્યું કે સંકલ્પ યાત્રામાં જે પણ કહ્યું હતું તે ભવિષ્યની અમારી દ્રષ્ટિમાં પરિલક્ષિત હોવું જોઇએ.