પાકિસ્તાનના પૂર્વી પંજાબ પ્રાંતમાં એક પેસ્ન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઇ જેમાં ૧૧ લોકાનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં ૬૦ લોકો ઘાયલ થયાં છે. રેડિયો પાકિસ્તાને જણાવ્યું કે અકબર એક્સપ્રેસ પંજાબ પ્રાંતના સાદિકાબાદ તાલુકાના વલ્હાર રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે ટકરાઇ ગઇ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે માલગાડી સ્ટેશન પર લૂપલાઇનમાં ઉભી હતી. ત્યાં પેસેન્જર ટ્રેન મેન લાઇન પર જવાની જગ્યાએ ખોટા ટ્રેક પર ચાલી ગઇ. પોલીસ અધિકારી ઉમર સલામતે કહ્યું કે ૧૧ મૃતકોમાં એક મહિલા છે જ્યારે ઘાયલ થયેલા ૬૦માં ૯ મહિલાઓ અને ૧૧ બાળકો છે.
પોલીસે કહ્યું કે આ ઘટનામાં અકબર એક્સપ્રેસનું એન્જિન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું. ત્રણ ડબ્બાઓનો પણ નુકસાન થયુંય જિયો ન્યૂઝે કહ્યું કે ઘાયલોને સાદિકાબાદ અને રહીમ યાર ખાન શહેરના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હાઇડ્રોલિક કટરથી મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.