સુપ્રીમ કોર્ટના વકીલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘરે સીબીઆઈના દરોડાં

424

વિદેશી ફંડિંગના નિયમોના કથિત ઉલ્લંઘનના કેસમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ અને તેના પતિ આનંદ ગ્રોવરના નિવાસસ્થાને સીબીઆઈએ ગુરુવારે સવારે દરોડા પાડ્યા છે.

આ બન્ને સામે પોતાની એનજીઓ લોયર્સ કલેક્ટિવ માટે વિદેશી ભંડોળ મેળવવા માટે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ છે. ગુરુવારે સવારે દિલ્હી અને મુંબઈમાં જયસિંહ અને ગ્રોવરના નિવાસ સ્થાન તેમજ ઓફિસ પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે

લોયર્સ કલેક્ટિવ વિરુદ્ધ વિદેશી ભંડોળ નિયંત્રણ કાયદા (હ્લઝ્રઇછ)ના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. કેન્દ્રીય તપાસ બ્યૂરોએ આ કેસમાં એનજીઓ વિરુદ્ધ બે એફઆઈઆર પણ દાખલ કરાવી હતી. સીબીઆઈએ ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવર પર વિદેશી ભંડોળને ભારતથી બહાર મોકલી કાયદાનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઈન્દિરા જયસિંહ ૨૦૦૯થી ૨૦૧૪ વચ્ચે એડિશનલ સોલિસિટર જનરલ હતા અને તે દરમિયાન તેમની એનજીઓ દ્વારા વિદેશી ભંડોળ સંલગ્ન કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. સીબીઆઈના મતે તે સમયે ઈન્દિરા જયસિંહના વિદેશી પ્રવાસનો ખર્ચ એનજીઓના ખર્ચ તરીકે દર્શાવાયો હતો અને તેના માટે ગૃહ મંત્રાલયની મંજૂરી પણ લેવામાં આવી નહતી.

આરોપ મુજબ ૨૦૦૬-૦૭થી ૨૦૧૪-૧૫ વચ્ચે લોયર્સ કલેક્ટિવને રૂ. ૩૨.૩૯ કરોડનું દાન મળ્યું હતું, જેમાં હ્લઝ્રઇછનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. લોયર્સ કલેક્ટિવ દ્વારા હ્લઝ્રઇછ હેઠળ કથિત ઉલ્લંઘન કેસમાં લોયર્સ વોઈસ નામના એક સંગઠને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરી હતી. અરજીમાં તપાસની સ્થિતિ અંગે માંગ કરાઈ હતી.

અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈન્દિરા જયસિંહ, આનંદ ગ્રોવર અને તેની એનજીઓને નોટિસ ફટકારી હતી.

Previous articleખેડૂતો સાથે સરકાર ભેદભાવો કરી રહી છે : રાહુલનો આક્ષેપ
Next articleકર્ણાટક કટોકટી વચ્ચે રાજ્ય કેબિનેટની મહત્વની મિટિંગ