વિદ્યાર્થીને શિખવવાનું નહી શિખતો કરવાનો : પ્રો.કુમાર

674
bvn1422018-1.jpg

જયપુરની ખ્યાતનામ મનિપાલ યુનિ. આયોજીત રાષ્ટ્રિય કક્ષાના આચાર્ય પરિસંવાદને ૯ ફેબ્રુઆરના રોજ સંબોધન કરતા મુખ્ય અતિથિ અને વકતા પ્રો. ફરકન કુમારે જણાવ્યું કે શિક્ષણની શિખતો થાય તે માટે તેને ઘડવાનો છે આપણી નીતીઓના પ્રારૂપ અને અમલીકરણમાં ખુબ તફાવત હોવાનું તેણે પ્રતિપાદિત કર્યુ વિદ્યાર્થી તેના ધ્યેય લક્ષ્યાંક માટે સતત સંવેદનશીલ રહે તે જરૂરી છે. પ્રો.કુમાર ભારતીય યુનિ. એસોસીએશન મહામંત્રી પણ છે. બાલ અને મહિલા વિકાસ મંત્રી (રાજ)શ્રીએ સાંપ્રત વ્યવસ્થામાં ખળભળી ગયેલી શિક્ષણ, સંસ્કાર પ્રવૃત્તિ તબદિલ કરનારાને રોકવા અનુરોધ કર્યો મંત્રી અનિતા ભડેલના વિચારો ખુબ પ્રસ્તુત હતાં.
યુનિ. વિસ્તાર બગરૂના ધારાસભ્ય અને સંસદિય યંત્રી ડો. કૈલાસ વર્માએ પોતાના વિસ્તારમાં આવી ૮૦૦૦થી વદુ વિદ્યાર્થીઓ સાથેની યુનિ. હોવાનો ગર્વ અનુભવી શિક્ષણમાં પ્રયોગાત્મક કાર્ય કરી સમગ્ર દેશને આ યુનિ. નેતૃત્વ આપે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. યુનિ.ના કુલપતિ પ્રો.સંદિપ સંચેતીએ આ યુનિ. ઈજનેરી, આર્કીટેક ડીઝાઈન, બીઝનેસ અને કોમર્સ મેનેજમેન્ટ, કાયદો વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન વગેરે વિષયના અભ્યાસક્રમો ચલાવે છે તેની રૂપરેખા પ્રગટ કરી આ વિશ્વ વિદ્યાલયે રાષ્ટ્રીય ફલક પર સ્વચ્છતા ગુણવત્તા વ્યવસ્થાપન વગેરે બાબતો પર અવલ્લ નંબર હાંસલ કર્યો છે. તેની વિગતો રજુ કરી વિચાર વિમર્શની ખુલ્લી બેઠકનું સંચાલન તેઓએ કરેલ હતું. 
ડો. જયશ્રી પેરીવાલ, વિરેન્દ્ર રાવત, લેફ કુલકર્ણી સોમનાથ સેન જેવા તજજ્ઞોએ વૈચારિક આપ-લે કરી, પરિસંવાદના વિષય શિખવા અને શિખવવામાં નાવિન્ય નિયત થયો જેમાં રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત ઉત્તરપ્રદેશ, બંગાળ વગેરે રાજ્યોના આચાર્યોએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા. 
સમગ્ર આયોજન અને સંચાલન પ્રવેશ નિયામક પ્રો.રીચા અરોરાએ કર્યુ હતું. હતું. ગુજરાતમાંથી તખુભાઈ સાંડસુર ડો.હેમત ઓઝા વગેરેએ પ્રતિનિધિત્વ કર્યુ.

Previous articleશેત્રુંજય પર્વત પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ
Next articleબોરડા ગામે મહા શિવરાત્રીની ઉજવણી