સાવરકુંડલા માનવ મંદિરે વ્યાસ પૂર્ણિમા માં ના પાવન પર્વે જાણીતા ચરિત્ર અભિનેત્રી સુજાતા મહેતા ની ઉપસ્થિતિ માં મનોદિવ્યગો વચ્ચે કાર્યકમ આપી ઉજવશે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાશે.
સમાજે જેનો તિરસ્કાર કરેલ તેવા મનોદિવ્યાંગો ની વ્યથા રજુ કરતી ફિલ્મ “ચિત્કાર” જ્યાં ફિલ્મવાય છે તેવા કુદરતી પ્રકૃતિ ના ખોળે માનવ મંદિર સાવરકુંડલા ખાતે આગામી તા૧૬/૭ ને ગુરૂપૂર્ણિમા ના પાવન પર્વે ચરિત્ર અભિનેત્રી સુજાતા મહેતા દ્વારા રચિત નાટય રજૂ કરી મનોદિવ્યાંગ ને આનંદ કરાવશે
માનવ માં માધવ દર્શન દ્રષ્ટિકોણ સાથે મનોદિવ્યાંગો નું લાલન પાલન કરતા દિવાકર પૂજ્ય ભક્તિરામબાપુ ના સાનિધ્ય માં મનોદિવ્યાંગ ના જીવન કવન પર બનેલ ફિલ્મ “ચિત્કાર” ના ચરિત્ર અભિનેત્રી સુજાતા મહેતા રચિત નાટય દેશ દુનિયા માં અનેકો ક્ષેત્રે રજૂ થયેલ “રંગરંગીલીસુજાતા” રજૂ કરશે મનોદિવ્યાંગ ની વ્યથા રજૂ કરતી ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી સુજાતા મહેતા એ “ચિત્કાર”ફિલ્મ ના શુટીંગ દરમ્યાન માનવ મંદિર ખાતે ચાલતી મનોદિવ્યાંગો ની સેવા થી પ્રભાવિત થયા હતા અને અવાર નવાર મનોદિવ્યાંગ માટે સમર્પણ ભાવે સહાનુભૂતિ દર્શાવી કાર્યક્રમ આપી મનોદિવ્યાંગ ને આનંદિત કરશે.