નવોદિત કલાકારોનો પ્રથમ વિડિયો લોકાર્પણ

524

પ્લેનેટ પ્રોડ્‌ક્શન – કાર્તિક ભટ્ટ દ્વારા શહેરના બે નવોદિત કલાકારો પુનિત ગઢીયા અને કૌશિક ધાંધલ્યાના પ્રથમ વિડિયો લોકાર્પણનો એક કાર્યક્રમ ગત રવિવારે, શહેરના ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. સમારંભમાં એલ.આઇ.સી.નાં સીની. ડિવી. મેનેજર કેપ્ટન એ.કે.મિશ્રા, જાણીતા ઉદ્યોગપતિ દેવેનભાઇ શેઠ (ગ્રીનસીટી), ન્યુરો સાઇક્રીઆટ્રીક ડા.શૈલેષ જાની, ડા.હિતેશભાઇ નિમ્બાર્ક, હસમુખભાઇ પંડ્યા (પ્રો.મેનેજર સર્વોત્તમ ડેરી), રાજેશભાઇ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરાજુલામાં વીજ ફોલ્ટનો ઉકેલ લાવવા ૫૪ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરાયું
Next articleરાણપુરના નાગનેશ ગામે વિશ્વ વસ્તી પખવાડીયા નિમિત્તે શિબીર, રેલી યોજાઈ