ભારત-પાકિસ્તાન મેચમાં ઉપયોગમાં લેવાયેલો બોલ ૧.૫૦ લાખમાં વેચાયો

401

ક્રિકેટ વિશ્વ કપ-૨૦૧૯ પૂરો થવાનો છે અને દરેક તેની યાદોને સંગ્રહ કરવા ઈચ્છી રહ્યું હશે. યાદોને પોતાના દિલમાં સંગ્રહવાની કોઈ કિંમત નથી પરંતુ તમે તેને  ’યાદગીરી’ના રૂપમાં તમારી પાસે રાખવા ઈચ્છતા હોવ તો તમારે તેના માટે લાખો રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વકપમાંથી ભારતીય ટીમ બહાર થઈ ગઈ છે.

ભારતે આ વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ લીગ સ્તર પર એક શાનદાર જીત મેળવી હતી. ભારતે ડીએલ નિયમના આધાર પર પાકને ૮૯ રને હરાવ્યું હતું. જો તમે તે મેચમાં ઉપયોગમાં લેવાયેલો બોલ તમારી પાસે રાખવા ઈચ્છો છો તો તમારે આશરે ૧.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડત પરંતુ અફસોસ આ બોલ હોટસેલિંગ રહ્યો અને મેચ સમાપ્ત થવાની સાથે વેચાઈ ગયો છે.

આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯ સાથે જોડાયેલી વસ્તુઓનું વેચાણ કરી રહેલી સત્તાવાર વેબસાઇટ-ઓફિશિયલમેમોરાબિલા ડોટ કોમ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જૂને માન્ચેસ્ટરમાં આ યાદગાર મેચ દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા બોલની સૌથી વધુ કિંમત રાખવામાં આવી હતી અને તેને સત્તાવાર રીતે ૨૧૫૦ ડોલરમાં વેચવામાં આવ્યો, જે ૧.૫૦ લાખ રૂપિયાની નજીક છે.

Previous articleરવિ શાસ્ત્રીનો મોટો ખુલાસો, ‘ધોનીને ચાર નંબર પર ન ઉતારવાનો નિર્ણય ટીમનો હતો’
Next articleCoA કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની સાથે વિશ્વકપમાં હારની સમીક્ષા કરશે